માવઠું રે માવઠું
માવઠું રે માવઠું
1 min
336
માણિગરને મળવા જાતા મેઘ રૂપાળાં
વરસી પડ્યાં વહેલાં જઈને હેતે વહાલાં
કોરાં ખેતર કાળજાં કેરા કટકા કેવા કણસે
તળાવ તરસ્યાં તેતર આંબે લટક્યાં જણસે
કૂણી કૂંપળ ભૂખી તરસી માવઠે હરખાશે
ઉનો વાયરો વેગે વહેતો ભરખી એને જાશે
કોઈનાં લીલાં બાગબગીચા મે થકી મુરઝાશે
ખંભે ખરતો લીલો પીળો મોર ભોંઈ પટકાશે
નાગા નાગા ટાબરિયાં નહાતાં એ હરખાશે
રંગમાં પડતાં ભંગ વળી કંઈ કાળજે ભરખાશે
ચૂક્યાં એ ચોમાસું વરસી વાદળ વહેલા મોડા
દોડ્યાં નહીં કીધું ત્યારે દશમે દહાડે ઘોડા
માણિગરને મળવા જાતા મેઘ રૂપાળાં
વળગ્યાં વાતે વરસ્યાં થોડાં મોડા વહેલાં
