માતૃભાષા-ગુજરાતી
માતૃભાષા-ગુજરાતી
1 min
177
ગુજરાતના હૃદય ભાવનો
રણકાર એ ભાષા ગુજરાતી,
પહેલો બોલાણો અક્ષર
મા, એ માતૃભાષા ગુજરાતી,
સુખ દુઃખ કલશોર ઊઠે,
જે અભિવ્યક્તિ માધ્યમ,
એ ભાષા માતૃભાષા,
મારી ભાષા ગુજરાતી,
સિધ્ધહેમના દુહાઓમાં વિકસતી,
શ્રી પ્રેમાનંદની પાદ ટેકે,
વિકસી ભાષા એ ગુજરાતી,
નરસૈયાના પદોમાં એ સજી,
સુધારક યુગથી લઈને,
અનુ ગાંધી યુગ તણો જન્મારો,
ગુજરાતની ભાષા તારો,
ફાગ ખૂબ ફૂલ્યો ફાલ્યો,
અર્વાચીન યુગે મળ્યા,
ટેકધારી નર્મદ અને શ્રી દલપતરામ,
ને અર્વાચીન ગુજરાતી,
તણો યુગ આરંભાયો,
તારી ભાષા મારી ભાષા,
ભાષા ભાષા એ શું ફેર ?
સપનું આવે રમતું,
એ ભાષા ગુજરાતી.
