STORYMIRROR

Vrajlal Sapovadia

Others

3  

Vrajlal Sapovadia

Others

માતા - પ્રભુની પ્રતિનિધિ

માતા - પ્રભુની પ્રતિનિધિ

1 min
433


સુણી પુકાર જનની પ્રભુએ,

વિચારી વ્યથા મનની વિભુએ,


કરી વ્યવસ્થા જનનીની ઈશુએ,

ધન દોલત દઉં કે ના દઉં,


દઈશુંમાં એક તમ સૌ જનને  

કરી હવાલે અવની માતા કને,

ઉદર ધરશે તવ નવ્ય તનને,

તારી પીડા સહેશે સહજ મનને,

 

અમૃત સરીખા હેત સુતને,

ગોદ ધરશે પાવા દૂધ પુતને,

જાણશે તમ હૃદયની વ્યથા,

જીવનભર શીખની કરશે કથા,

મીઠા અન્ન ને વળી જ્ઞાન પીરસે,

પાશે મીઠા જળ તમ તરસે,

અમ કને ના સમય રહેતો,

અખિલ જગમાં રહું વહેતો,

મારા દર્શન કર ધાત્રી સ્વરૂપે,

પ્રગટ થયો ઈશ માના સ્વરૂપે. 


Rate this content
Log in