માસૂમિયત
માસૂમિયત
બાળપણના આંસુઓ હોય બિંદાસ,
અને કુદરતી હોય છે સ્મીત,
પલમાં કિટ્ટા અને પલમાં બિટ્ટા,
કેવી નિર્દોષ હોય છે રીત.
બાળપણ છે મોજ, મસ્તી,
અને માસૂમિયતનું ગીત,
બાળપણનું જિવન બેફીકરું,
પ્રસન્ન રહે હંમેશા ચિત.
ગમે તેવું ગુજર્યું હોય બાળપણ,
હોય છે મસ્ત અતીત,
કોઇ આવે વતનથી તો બાળપણની,
યાદોથી કરી જાય પુલકિત.
ઉંમર તો વિતી જશે, દરેક ઉંમરે,
અંદર વહેવું જોઇએ બાળપણનું ગીત,
જીવન પર્યંત સાચવી લેજો બાળપણ,
એમાં છે જિંદગીની જીત.
બાળકો રમે છે હવે મોબાઇલથી,
નથી રમતા ઘર ઘર,
આધુનિક જિંદગી ભરખી જશે બાળપણ,
એવો છે ડર.
ફૂલ ખીલવું જોઇએ હંમેશા,
જ્યારે હોય યોગ્ય પ્રહર
ઉમરથી વધુ અને ઉમર પહેલાની સમજ,
વર્તાવશે કહર.
