STORYMIRROR

Nayana Charaniya

Children Stories

3  

Nayana Charaniya

Children Stories

માસૂમિયત

માસૂમિયત

1 min
186

કિંમતી ખજાનાથી ભરેલ મારા નાના ભૂલકાનું સ્મિત પ્યારું,

ન દંભ કોઈ ન દેખાવ કોઈ બસ પ્રેમાળતાનું પગેરું બાળક, 


ગુસ્સો કરું તોય હસીને આવે સામે એવી એની માસૂમિયત પ્યારી,

મોટેરાંઓ તો જાણે વર્ષોના વેરી એમ બદલે રસ્તાઓ ને કતારો ન્યારી !


પીડામાં પણ પ્યાર સમાયો જાણે કરેલામાં નાખી મે ખાંડ,

થાકીને આવું ત્યાં હસતું આવે જાણે મળતું મારું બ્રહ્માંડ !  


ન જોઈએ કોઈ કિંમતી ઝવેરાત કે મોતીની માળા,

જ્યારે મને મળે મસુમિયતથી ભરેલ મારી શાળા ! 


માસૂમિયતનો ખજાનો મળી જાય જ્યારે જ્યારે એનો ચહેરો ભાળી જાઉં,

મળે જો માસૂમિયત તો સાગરમાં મીઠી સ્નેહની સરવાણી વહેતી થઈ જાય.


Rate this content
Log in