STORYMIRROR

Dr.Riddhi Mehta

Others

4  

Dr.Riddhi Mehta

Others

મારૂં અસ્તિત્વ ક્યાં ?

મારૂં અસ્તિત્વ ક્યાં ?

1 min
308

કહે છે લોકો જમાનો બદલાયો છે,

કોઈ મને કહેશો એ ક્યાંથી બદલાયો છે ?


ઘરની ચાર દીવાલો વચ્ચે જીવન પુરૂ કરતી એ સ્ત્રી,

આજે દરેક ક્ષેત્રમાં તેની પાંખો ફેલાઈ છે,

ત્યાં કહેવાય છે જમાનો બદલાયો છે.


સાડીમાં સજ્જ રહેતી એ નારી,

આજે ફેન્સી કપડામાં જોવા મળતી આધુનિક નારી,

ત્યારે સહુ કહે, જમાનો બદલાયો છે.


ઘરના કામ જાતે જ કરતી પહેલાંની સન્નારી,

આજના ડિજિટલ જમાના સાથે ઓછી થઈ એ જવાબદારી,

ત્યારે વડીલો કહે અત્યારે તો ક્યાં કંઈ કામ હોય છે,

ત્યારે કહીએ આપણો જમાનો બદલાયો છે.


આ બધુ જ થવા છતાં કેમ મુઝાય છે નારી,

મહિયરથી નીકળીને પોતાના ઘરે પહોચતી એ ડોલી,

શું એ ઘર ખરેખર પોતાનુ થાય છે ?


પિયરમા હતી એ પારકી થાપણ,

શું સાસરિયાંમાં ખરેખર થાપણ તરીકે સચવાય છે ?

કે પછી એમાં તો જમાનો મારો ઠેર જ રહી જાય છે.


સાસરિયામાં ફરી એ દીકરી વહુ બની જાય છે,

જો સારૂ નામ કમાય તો એ અમારા ઘરની લક્ષ્મી કહેવાય છે,

દુભાય કોઈની લાગણીઓ તો ફલાણાની દીકરી કહેવાય છે.


કોઈની દીકરી અને કોઈની વહુ વચ્ચે,

એક નારીનુ દિલ મુઝાય છે,

ક્યા શોધું મારો પોતીકો શ્વાસ ?


આ આધુનિક જમાના વચ્ચે પણ,

મારી કોમળ લાગણીઓ મુઝાય છે,

ખરેખર મારૂ અસ્તિત્વ ક્યાં છે ?

એ સવાલ એક નારીને સદીઓથી થાય છે !


Rate this content
Log in