મારું વતન
મારું વતન
1 min
343
મને મારું વતન જાનથી પણ પ્યારું છે.
જગમાં એ સૌથી અનોખું અને ન્યારું છે.
વતનને કાજ જાન પણ કુરબાન કરી દઉં હું.
શ્વાસોમાં માટીની મહેંક કાયમ ભરી લઉં હું.
ભલે વતન છોડી વિદેશમાં લોક વસે છે
દિલમાંથી યાદો વતનની કદી ક્યાં ખસે છે.
ગમે તેવી જાહોજલાલી હોય વિદેશમાં.
શાંતિ પામવા અંતે તો લોક આવે છે દેશમાં.
વતનની માટીનું ઋણ કદી ચૂકવી શકીશ ના તું.
તિલક કર માથે 'કુસુમ' એને વિસરી શકીશ ના તું.
