મારું પ્રથમ બાળ
મારું પ્રથમ બાળ
મારુ પ્રથમ બાળ,
જોઈ એને હું પાડું ત્રાડ,
પેટ ભરતા એ થાકતું,
પડ્યું, પડ્યું એ હાફતું,
જોઈ કુપોષણ,
થાઈ મને ચિંતા અપાર,
કરું એના વિકાસના
વિચાર વારંવાર,
હું અનાથ ઉપાય કોઈ,
બતાવે બે-ચાર,
બાળ થાય તંદુરસ્ત અને સુંદર,
બનવું "મા", ને
"માતૃત્વ" ધારણ કરવુંં,
આ વિચારનું
બધાએ ધ્યાન ધરવું,
અઘરું, કપરૂ છે,
અબોલ બાળનું
પાલન કરવું,
ના સમજાય તેના,
દર્દ કે ભાષા,
કઈ રાખવી તેની,
પાસે અભિલાષા,
મોટા કરે "મા" તેને,
ભગવાન ભરોસે,
દુઆથી મોટા થાય,
અડધા ખાસા,
છી, પી પી, ને લાળ !
બાળનો ગંદવાળ
વેઠે પાંચ વર્ષ "મા",
એનો મંદવાડ,
જતન એના અઘરા,
એક બાળ ને એક ઝાડ.
