Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

વર્ષા પ્રજાપતિ

Others

5.0  

વર્ષા પ્રજાપતિ

Others

મારું પિયર

મારું પિયર

1 min
233


જયાં રોક ટોક વિના હરવા ફરવાનું મળે,

જયાં નિશ્ચિંત બની વિહરવાનું મળે,

તમે તો પારકાં પંખી એવું સાંભળવાય મળે,

મને જ નહીં દરેક દીકરીને પિયર જવું ગમે.


જયાં માની મમતાને પિતાનો પ્રેમ મળે,

ભાઈની છત્રછાયાને બહેનની ઢાલ મળે,

સખીઓનો સમિયાણોને ભાભીનું હેત મળે,

મને જ નહીં દરેક દીકરીને પિયર જવું ગમે.


જયાં લાગણીઓની અવિરત લ્હાણી થાય,

જયાં વાત્સલ્યની નિત અમી વાદળી વરસે,

જયાં સ્નેહની અખૂટ સરવાણી વહે,

મને જ નહીં દરેક દીકરીને પિયર જવું ગમે.


જેના પાદરની ધૂળમાં મારું બાળપણ મળે

જેના મંદિરની ઝાલરમાં ઈશના આશિષ મળે,

જયાં ગયા પછી મારું મન ખુદને ભૂલે,

મને જ નહીં દરેક દીકરીને પિયર જવું ગમે.


Rate this content
Log in