STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others

મારું હૈયું છે પ્યાસી

મારું હૈયું છે પ્યાસી

1 min
416


મારું હૈયું છે પ્યાસી, પ્રેમનું પ્યાસી,

પ્રેમસુધા વરસાવજો !

મારાં લોચન ઉદાસી, દર્શનનાં પ્યાસી, દર્શન તમારું આપજો !

ફર્યો બદરીપુરી ને કાશી

વળી રામેશ્વર વિશ્વના વાસી !

ફરું પ્રેમના નશામાં, વિરહી દશામાં, પ્રેમસુધા વરસાવજો ! ... મારું હૈયું.

તમે સાગર, નદી, આકાશમાં,

વસો પર્વત, અંધારા પ્રકાશમાં,

જોવા ઝંખું તમોને, મળવા તમોને, પ્રેમસુધા વરસાવજો ! ... મારું હૈયું.

મારું મનડું અમૃતનું વાસી,

સેવું તમને સદા થઇ દાસી,

મને તૃપ્તિ મળે ના, ક્યાંયે મળે ના, પ્રેમસુધા વરસાવજો ! ... મારું હૈયું.

હું તો ‘પાગલ’ છું વિશ્વનો વાસી,

તમે આવો તો પ્યાસ જાય નાસી,

રહી પ્રેમે પ્રકાશી તેજતણા રાશી, પ્રેમસુધા વરસાવજો ! ... મારું હૈયું.


Rate this content
Log in