STORYMIRROR

Nikita Panchal

Others

3  

Nikita Panchal

Others

મારો પ્રસંગ

મારો પ્રસંગ

2 mins
322

મારા પોતાના સબંધીઓ હતાં,

મારા પોતાનાં ઓળખીતા હતાં,

હતો એ પ્રસંગ મારો જ્યાં મારી જ ગેરહાજરી હતી.

કોઈ રોવાનો ઢોંગ કરતાં હતાં,

કોઈના આસું હવે સુકાંતાના હતાં,

હતો એ પ્રસંગ મારો જ્યાં મારી જ ગેરહાજરી હતી.

જોવા મને ટોળે ટોળા વળ્યાં હતાં,

જીવતાં તો ચકલુય ક્યાં ફરક્યું હતું,

હતો એ પ્રસંગ મારો જ્યાં મારી જ ગેરહાજરી હતી.

મારા વખાણનો શોર ઘણો હતો,

ખબર હતી મુજને એ તો બધો ઢોંગ હતો,

હતો એ પ્રસંગ મારો જ્યાં મારી જ ગેરહાજરી હતી.

મોડું થતું હતું મને મારા નવા ઘરે મોકલવાનું,

મને પણ ક્યાં હવે રસ હતો આ ખોટી માયાનો,

હતો એ પ્રસંગ મારો જ્યાં મારી જ ગેરહાજરી હતી.

ચિંતા ન હોતી હવે કોઇ પ્રસંગની,

ચીર નિંદ્રા આપવાની હતી હવે ચિતા મને,

હતો એ પ્રસંગ મારો જ્યાં મારી જ ગેરહાજરી હતી.

મોહ છૂટ્યો, માયા છૂટી, તૂટ્યો મારો ભરમ,

મનાવી મન નીકળી છું એકલપંથ પ્રવાસે, 

હતો એ પ્રસંગ મારો જ્યાં મારી જ ગેરહાજરી હતી.

શું બાંધ્યા કેટલાં બાંધ્યા કર્મના ભાથા અમે,

જવાબ દેવો પડશે એને એકએક પળનો હવે,

હતો એ પ્રસંગ મારો જ્યાં મારી જ ગેરહાજરી હતી.

વિચાર્યું જીવતાં કરી લઉં બે સારા કર્મ, 

વિચારતાં તો આવી ગયો જીંદગીનો અંત,

હતો એ પ્રસંગ મારો જ્યાં મારી જ ગેરહાજરી હતી.

શું દેવો જવાબ એ ઈશ્વર ને મારે, 

સમય નહોતો ભજવાનો બે પળ તને,

હતો એ પ્રસંગ મારો જ્યાં મારી જ ગેરહાજરી હતી.

નીકળ્યો મારો શિવાય કેટલો દયાળું જોવો તમે,

આપ્યું ચરણ મને ભજવા એ ભોળાનાથને પગે,

હતો એ પ્રસંગ મારો જ્યાં મારી જ ગેરહાજરી હતી

અને મારા શિવાય ની ફૂલ હાજરી હતી

કર્યા ક્યારે ખોટા કામ નથી થાય ભૂલથી તો માફી

નિક્સ હતી પાગલ અને રહેશે પરમ પાગલ સદાય

જ્યાં હાજરી મારા શિવાયની હતી પછી મને ચિંતા કઈ વાતની હતી

શિવ શિવ શિવ શિવ શિવ શિવ શિવ શિવ શિવ શિવ શિવ

Rate this content
Log in