STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Drama

2  

Dharmik Parmar 'Dharmad'

Drama

મારો લીલો પતંગ !

મારો લીલો પતંગ !

1 min
393

હજૂ'ય એ ઉત્તરાયણનો દિવસ યાદ છે -

બાપુજી સવારે મુંબઈથી પાછા ફરેલા અમ ભાઈઓ કાજે ઢગલાબંધ પતંગ લઈને..


બાએ તાજા ઘીમાં શેકીને તૈયાર કરેલી ચીકી ને લાડુ ખાતાં ખાતાં અમે ભાઈઓ ધાબે ચડેલા,


બાપુજીના થેલામાંથી અમે સૌએ પતંગો વ્હેંચી લીધેલા,

બટ્ટુએ પીળો, ગૌતમે કાળો, બબ્બુએ કેસરી પૂંછડીવાળો પતંગ લીધેલો

ને

મને તો લીલો ગમે !


હવાની લ્હેરખી આવતી ને અમારા પતંગો ઉડતા,

'કાપ્યો છે......માંજો ખેંચ......'

બોલતા બોલતા મારો પતંગ છેક ઉંચે ઉડતો જોઈ મનમાં ખૂબ હરખ થતો !


બસ, તે દા'ડાનો મારો લીલો પતંગ હજૂય પાછો મને મળ્યો નથી !

શોધી રહ્યો છું,

એ ગલીઓમાં, ડાળીઓમાં, બાળપણની યાદોમાં

કે

કોઈએ મારો પતંગ સંઘરી તો નથી રાખ્યો ને ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama