STORYMIRROR

Pooja Patel

Others

4  

Pooja Patel

Others

મારો દેશ

મારો દેશ

1 min
337

અડધા કપ ચામાં લાગણીની વહેંચણી થઇ

એક કપ ચામાં તો ઓફિસની મિટિંગ થઈ


અડધા અડધા રોટલામાં પ્રેમથી પ્રેમીઓ જમે

પણ આખી પ્લેટમાં તો ડિનર પાર્ટી થાય


બે પેન્સિલમાંથી એક એક વાપરીને મિત્રો શાળામાં બને

પણ પેનથી લખતાં શીખે ત્યારે એક ચેકો ન પડે


અને પેન ખીસામાં રાખીને તે જાણે મોટો માણસ બને

નાસ્તાની અદલા બદલીમાં જીભનાં ચટકા ચખાય


પણ એકલાં ટિફિનમાં ખાતાં જાણે કડવાહટ ઊભરાય

એક બાઈકમાં ત્રણ સવારી સફર રોમાંચક બનાવે

કાર, બસ કે ટ્રેનમાં એવી મજા ક્યારેયનો આવે


જમવામાં ભલે ચારે દિશામાંથી અલગ અલગ સ્વાદ મલે

પણ સીધી સાદી ખીચડીમાં પણ અનેરો આનંદ છલકે


મોટાના કપડાં નાનાં પહેરે અને મોટાને નવાં મલે

એ જ નાનાં ને નવાં કપડામાં ક્યારેય જૂની મહેક ન જડે


ટીવી શોના ઉદાસ એપિસોડમાં આખું ઘર રડે

એનાં મનમાં ક્યારેય લાગણીનો દુકાળ નો પડે


ઘરમાં જ બધું હોય હાજર ને બહાર ફાફા મારે

એવાં જ મસ્તીખોર બાળકને માતા પિતા લાફા મારે


જ્યાં માતૃભાષા સિવાય બીજી ભાષા બોલતાં ઓછું આવડે

ત્યાંના અમારા ભારત વાળાને ઈશારોનાં જુગાડ કરતા આવડે


હંમેશા નિયમો તોડીને મનની મરજી માને

એટલે જ કળાના ક્ષેત્રમાં ભારતીય આગળ આવે !


Rate this content
Log in