મારી વ્હાલી મમ્મી
મારી વ્હાલી મમ્મી
મારી વ્હાલી મમ્મી
તરી બહુ યાદ આવે છે
મન માનતું નથી કે હું
તારાથી દુર હોસ્ટેલમાં રહું છું
મન માનતું નથી કે તું નહીં આવે
મને રોજ સવારે ઉઠાડવા નહીં આવે
મારી વ્હાલી મમ્મી તરી બહુ યાદ આવે છે
મન માનતું નથી તું હોસ્ટેલ મને મળવા નહીં આવે
મને સવારે નાસ્તો કરાવવા નહીં આવે
મારી વ્હાલી મમ્મી તરી બહુ યાદ આવે છે
મન માનતું નથી કે હું સરખું જમું છું કે નહીં તે પૂછવા નહીં આવે
તું વાંચીને કંટાળી ગઈ હોઈ તો થોડો આરામ કરી લે કહેવા તું નહીં આવે.
મારી વ્હાલી મમ્મી તરી બહુ યાદ આવે છે
મન માનતું નથી કે હું હારી જાશ ત્યારે હિંમત દેવા તું નહીં આવે
મારા મનની વાતું સાંભળવા તું નહીં આવે
મારી વ્હાલી મમ્મી તરી બહુ યાદ આવે છે
મન માનતું નથી કે હું રડતી હશ ને તું મને ચૂપ કરાવવા નહીં આવે
તરી પ્રેમ ભરેલી વાતો મને સંભળાવવા નહી આવે
મારી વ્હાલી મમ્મી તરી બહુ યાદ આવે છે
મન માનતું નથી કે આજે મધર્સ ડે પર તું નહી આવે
હું તારા થી આટલી દૂર છું આજે તું મને જોવા ભી આવે
મારી વ્હાલી મમ્મી તરી બહુ યાદ આવે છે
