મારી વાડી
મારી વાડી


વાત લાગે કાલની ભલે ને વીત્યા પાંચ દાયકા
સ્વપ્ન સમ લીલીછમ વાડીની અનેરી છે વાયકા
ગામથી ગીરનાર જોઈ ઉત્તરે એક ગાઉ ચાલતા
ક્યારેક બળદ ગાડે તો વળી ભેંસ પર મહાલતા
કૂવાની ફરતે પીપળ ને ઝૂલતી જમરુખી ફળથી
ઉતારતા રાયણ ને ગગનચુંબિત જાંબુડા કળથી
બોરડી સમોવડી માની લીંબુડી અતિ ઘેઘૂર વધી
ઠેરઠેર ઉજર્યા આમ્ર વૃક્ષ તાતે વધારી'તી અવધી
કદંબ ને ઉંબરો બારે માસ લીલાશે રંગ ચમકતા
પાતળા પપૈયા ને ઘેઘૂર વડલે વડવાઈ લટકતા
ભાઈ ભાઈબંધ બાંધતા પંખીથી માળા મોટા વળી
આંબલી પીપળી રમતા ખાઈને કાતરા તક મળી
વાત લાગે કાલની ભલે ને વીત્યા પાંચ દાયકા
મધપૂડે મધ પાડતા વાંસ અને વેશ લઇ નાયકા.