STORYMIRROR

Bharati Vadera

Others

3  

Bharati Vadera

Others

મારી રાજદુલારી

મારી રાજદુલારી

1 min
13.8K


ગુડિયા મારી રાજકુમારી,

ભોળી એની સૂરત પ્યારી, 

મીઠી એની વાતો ન્યારી,

પારણે ઝૂલે રાજદુલારી.

સોનાના પારણિયે મારી દિકરી ઝૂલે રે, 

કરશો ના કોઈ શોર એને નીંદરુ આવી રે.

માતપિતા ની લાડકવાયી, ભાઈની બેની રે

દાદા-દાદીની વ્હાલી પૌત્રી, દેવની દિધેલ રે.

ચાંદામામા તમે દુધલિયાળી ચાંદની લાવો રે

તારલિયાની ઓઢીને ચાદર, દિકરી પોઢે રે.

વાયુ રે તમે હળવાં વાજો, થપકી દેજો રે 

પારણિયે પોઢી ફૂલપરીને નીંદરુ આવી રે.

મીઠાં મીઠાં એ શમણાં જોતી મીઠું મલકે રે

મુખડું એનું નિરખી સૌનું મનડું મોહે રે.

કાળજા કેરો એ કટકો મારી સોનપરી રે

ધન ભાગી હું મારે ખોળે દિકરી આવી રે.


Rate this content
Log in