મારી ઢીંગલી
મારી ઢીંગલી
1 min
201
મારી ઢીંગલી
જાણે ખુશીઓની ઢગલી,
એના આગમને જીવન બાગ મહેકે,
હસે તો ફૂલો વરસે,
એના પગલે ફૂલો મહેકે,
સરગમના સાત સૂર જેવી
પુરબહાર ખીલેલી વસંત જેવી,
નાજુક ઝરણા જેવી,
પાયલનાં રણકારથી ગુંજે મારું ઘરઆંગણ,
જાણે એ ફૂલની ક્યારી,
મારી રાજદુલારી,
હું જાવ એની અદાઓ પર વારી,
સૌને લાગે એ બહુ પ્યારી.
