STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મારાં મન મંદિરે

મારાં મન મંદિરે

1 min
149

મારાં મન મંદિરને મહેલે,

ચેહર મા બિરાજમાન છે,

મારાં હૈયાંને હિંડોળે,

ચેહર મા ઝૂલે છે.


પ્રેમ થકી પોકાર પધરાવું માડી,

ચેહર મા હિંડોળે ઝૂલે છે,

ભાવના ઝુલાવે હિરદોરે રે,

પ્રેમથી ચેહર મા ઝુલે છે.


રૂમઝૂમ રૂમઝૂમ સ્પંદન જાગે રે,

અણુ અણુ મહીં ચેહર મા છે,

ગોરના કુવે બેઠી માતા રે,

રમેશભાઇ રૂડાં ગુણ ગાય છે.


ભક્તો હલકે દેતાં હીંચ રે,

ચેહર માવડી પ્રેમે ઝુલે છે,

મારાં હૈયાંને હિંડોળે,

ચેહર મા ઝૂલે છે.


Rate this content
Log in