STORYMIRROR

Niketa Shah

Others

3  

Niketa Shah

Others

મારા વ્હાલા હવે તો સામુ જોજે

મારા વ્હાલા હવે તો સામુ જોજે

1 min
243

દુકાળ, દુકાળ 

આ વરસે તો બાપલા મેહ હામુ જુએ તો હારું સે. 

નહી તો આ વરસે તો ગળે ટૂંપો ખાવાનો વારો આવશે. 


છોકરાં ભૂખનાં માર્યાં ટળવળે છે.

બાયુઓ બિચારી શું રાંધે ને શું ખવડાવે પોતાના ઘરનાંને એ જ મોટો સવાલ છે. 


મરદ માણહ બધા ભેગા મળી ક્યાંકથી ને ક્યાંકથી બે પૈહા ભેગા કરીને પોતાનું ગુજરાન ચલાવાનું શોધી રહ્યા છે. 

દુકાળના લીધે ખેતી ને ખેતર બધા નધણિયાણા થઈ ગયા છે. ખેતર સૂકા ભઠ્ઠ ને પાક બધો પાણી ના મળવાને કારણે બળી ગયો છે.


જગતનો તાત હાથ જોડીને બસ એક જ અરજ કરે છે 

વ્હાલા હવે તો અમારી હામું જોજે. 

નહીં તો મહાણમાં લાકડા પણ ઓછા પડશે.


Rate this content
Log in