મારા ગામડાની વાત
મારા ગામડાની વાત
દોસ્ત મારા ગામડાની વાત કંઈક ઓર હતી
માણસમાં માણસાઈની મહેક ચારેકોર હતી
મા-બાપમાં ભગવાનની સાચી સૂરત હતી
ઘેર ઘેર દશરથ ને દિકરા રામની મૂરત હતી
ઘેર ઘેર માટીનાં ચૂલા પર ઘંઉની રોટલી હતી
ઘરનાં આંગણે તુલસીની નાની ઓટલી હતી
ગાય ભેંસનાં વાડામાં દૂધની રેલમછેલ હતી
કુંટુંબોમાં નાનાં બાળકોને ખોળાની ગેલ હતી
મેલા ઘેલા કપડાં પર ધરતી માની માટી હતી
પ્રેમ,ભાઈચારની ઘેર ઘેર છપ્પનની છાતી હતી
સાસુ વહુની મીઠી રકઝકની માંગણી હતી
કૌશલ્યા ને સીતા જેવી મીઠી લાગણી હતી
માની મમતાને પિતાની મીઠી છત્રછાયા હતી
કઢી રોટલા ખાઈને લોકોની પવિત્ર કાયા હતી
ઢોલ, નગારાં, શરણાઈની અલગ મજા હતી
ઘેર ઘેર અલખધણીની દોસ્ત ધજા હતી
મહેમાનોને માનને જમણમાં લાપશી ચારેકોર હતી
દોસ્ત મારા ગામડાની વાત જ કંઈક ઓર હતી.