STORYMIRROR

Vrajlal Sapovadia

Others

4  

Vrajlal Sapovadia

Others

માનવ ભક્તિ

માનવ ભક્તિ

1 min
420

અતિ ખુશ થયા પ્રભુ જયારે વિશ્વે અવતર્યો માનવ,

ફળ્યું તપ થઇ હાશ હવે હરીને સજશે ધરાને માનવ,

કહ્યું અતિ ખુશ થઇ નથી વિશ્વ તારું એકલાનું માનવ,

પશુ પંખી વનોની છે વનસ્પતિ ને મોટો એમાં માનવ,


દિ વીત્યે ગયું બાળપણ અને થયો જરા મોટો માનવ,

ભુલ્યો ભગવાન, ભુલ્યો પશુ, પંખી વનોને ને માનવ,

બન્યો વેપારી પૂજ્યા પૈસા ભટકટયો ને મટ્યો માનવ,

બાળ્યા જંગલ કાપ્યા વૃક્ષ ને ભગાડ્યા પંખી તેં માનવ,


રોજ શોધે ભૂધર ધરા મધ્યે ભૂલી કેમ ગયો મને માનવ,

બે પગા ચારેકોર દ્રશ્યમાન થાય પણ ક્યાં ગયો માનવ,

હું અધિદેવ મેં સર્જ્યો તેને પણ કેમ પૂજે પૈસાને માનવ,

અતિ તપ કર્યું તપસ્ચર્યા કરી અધિશે પામવા માનવ,


ના પ્રસન્ન થતા ગયા લક્ષ્મીને પૂછવા મળે કેમ માનવ ?

અરે ઋતંભર અતિ ભોળા તમે મને જોઈ દોડશે માનવ,

જોઈ લક્ષ્મી અતિ પ્રસન્ન થઇ કોણ છે જોડે પૂછે માનવ,

નિયંતા ખિન્ન વદને ચમક્યા અરે પિતા તારો હું માનવ,


આશા રાખી માલિક માંગે દે બે વરદાન તું જો માનવ,

પિતા હશો પણ અકારણ માનતો નથી હવે આ માનવ,

વેપારમાં પરિચય ના કામનો કે નથી ત્યારનો માનવ,

શરમ ના કામકાજમા કરો વાત ફાયદાની તો માનવ,


અધિષ્ઠાતા લાચાર થઇ તપ કર્યું તને પામવા માનવ,

સંભાળ પશુ પંખી ને વનસ્પતિ, સંભાળે તને એ માનવ,

અબાલવૃદ્ધ વનિતા સંભાળ નીતિથી શું નથી એ માનવ,

જો ધીરજ મારી ખૂટશે ને લૂંટીશ જેમ આપ્યું તું માનવ.


Rate this content
Log in