માનો તો
માનો તો
1 min
220
માનો મને તો પથ્થરમાં પૂજાઈ જવું છું,
ના માનો તો મૂરતમાં પણ ક્યાં દેખાઉં છું,
માનો મને તો કણેકણમાં હું વસેલો છું,
ના માનો તો હૃદયમાં પણ ક્યાં હું છું,
માનો મને તો હું તમારી માનતા માનું છું,
ના માનો તો હાથે પણ ક્યાં બંધાવું છું,
માનો મને તો હું દરેક શ્વાસમાં સમાવું છું,
ના માનો તો જીવનમાં પણ ક્યાં દેખાવું છું,
માનો મને તો સ્મશાનમાં હું વસું છું,
ના માનો તો સ્મશાનમાં પણ રાખ છું,
માનો મને તો હું તારો વિશ્વાસ છું,
ના માનો તો હું અંધશ્રદ્ધા પણ માનું છું.
