માણસ
માણસ

1 min

29
બે જ પગ છે બિચારો
જરૂરી બહારનો ચારો
આખલાને ચાર પગ
માણસની નથી વગ
નડે છે ધર્મના બંધન
નહિ ચાલે વિના ધન
નિયમ છે ઘણા સંસાર
આમ તો સંસાર અસાર
પ્રાણી માત્ર છે સ્વતંત્ર
માનવ બિચારો પરતંત્ર
વિચારે ગુલામી મોટી
માન્યતા ભરેલી ખોટી
લડાઈ સ્વાર્થના માટે
લઇ વિપદા ધન સાટે
પંખીડા કરે કિલ્લોલ
માણસને લોલે લોલ
નભે એ વાતોના વડે
માને એને બધું આવડે
તોડ્યા જે બંધન જરૂરી
માન્યા મનથી મગરૂરી
બે જ પગ છે બિચારો
જરા જાગો ને વિચારો
આખલાને ચાર પગ
માણસની નથી વગ