માણસ
માણસ

1 min

288
આટઆટલા સબંધોની પથરાય માયા,
તોયે લાગે જાણે એકલો આ માણસ,
વહેતી છે લાગણીઓની લહેર,
તોયે લાગે જાણે એકલો આ માણસ,
રંગબેરંગી દુનિયા ને પક્ષિઓનો કલરવ,
તોયે લાગે જાણે એકલો આ માણસ,
લીલીછમ પ્રકૃતિ વચ્ચે,
લાગે જાણે લુખ્ખો આ માણસ,
કુદરતની આ ઝળહળતી,
રોશની પછી પણ માગે,
ઉછીની ઊર્જા એ પછી પણ,
લાગે જાણે અંધકારમય આ માણસ,
આયુર્વેદની આટઆટલી,
દેન પછી પણ માંગે,
એલોપેથીક આ માણસ.