માં દુર્ગાને શત શત વંદન કરો
માં દુર્ગાને શત શત વંદન કરો
પેલે પેલે નોરતે મા શૈલપુત્રી રમવા આવે
આસોપાલવના પાન મંગાવો રે રે
રૂડા તોરણીયા બંધાવો રે
મા દુર્ગાને શત શત વંદન કરો !
બીજે બીજે નોરતે મા બ્રહ્મચારિણી મા રમવા આવે
માને દિવડા પ્રગટાવો રે
માની આરતી ઉતારો રે
મા દુર્ગાને શત શત વંદન કરો. !
ત્રીજે ત્રીજે નોરતે ચંદ્રઘટામા રમવા આવે
માને ચુંદડી ઓઢાડો રે
ચોખલિયે વધાવો રે
મા દુર્ગાને શત શત વંદન કરો !
ચોથે ચોથે નોરતે મા કુશમુન્ડા રમવા આવે
રંગબેરંગી આસન બિછાવો રે
માના સ્વાગત કરો રે
મા દુર્ગાને શત શત વંદન કરો !
પાંચમે પાંચમે નોરતે મા સ્કંદમાતા રમવા આવે
સાથિયા પૂરાવો રે
એમા ચોખલિયા ચોટાડો રે
મા દુર્ગાને શત શત વંદન કરો. !
છઠ્ઠે છઠે નોરતે મા કાત્યાયની રમવા આવે
ગરબી ગવરાવો રે
સૌને ગરબે રમાડો રે
મા દુર્ગાને શત શત વંદન કરો. !
સાતમે સાતમે નોરતે મા કાલરાત્રિ રમવા આવે
નવ નવ ગરબા મંગાવો રે
માને ગરબે ઘૂમો રે
મા દુર્ગાને શત શત વંદન કરો !
આઠમે આઠમે નોરતે મા મહાગૌરી રમવા આવે
પુજાની સામગ્રી મંગાવો રે
માની પુજા કરાવો રે
મા દુર્ગાને શત શત વંદન કરો !
નવમે નવમે નોરતે મા સિદ્ધિદાત્રી રમવા આવે
સૌને સિદ્ધિ દેવા આવે રે
સંકટ પળમા દૂર કરે રે
મા દુર્ગાને શત શત વંદન કરો. !
