માગશર
માગશર

1 min

50
ઉતર્યો કારતક ને આરંભાયો માગશર,
લાંબી ઠંડી રાતની પુરી કરી દઈ કસર.
જોડતા હેમંત શિશિરના શીતળ વાયુ,
આહલાદક સૂર્ય તાપે વધારતા આયુ.
અમહન માસે રવિ પાક આવ્યું યૌવન,
મહેકતા મોગરા ખીલ્યા વળી વનવન.
વક્ર ને કોમળ થયા તેજથી સૂર્ય કિરણ,
ટાઢમાં લપાયા છુપાયા વાડીએ હિરણ.
પૂનમે સપડાયો ચાંદ મૃગશીર્ષ ઝુંડમાં,
મધમધતી રાતે તાપણાં તાપતા કુંડમાં.
કહે શામળિયો માસમાં માગશર અમે,
પુરુષોત્તમ માસ નથી અમે ભલે ગમે.
ધનુ રાશિ વૈકુંઠ એકાદશી અગ્રહયન,
ઓઢતા ધાબળા નીંદરે ઢળતા નયન.
ઉતર્યો કારતક ને આરંભાયો માગશર,
આવશે પોષ માસ હવે શિયાળે અગ્રસર.