માધવ મળ્યા
માધવ મળ્યા
1 min
28.6K
મને મળ્યા માધવ મારા મનમાં,
ના ગિરિકંદરા કે પછી ઉપવનમાં.
મારું અંતર થયું રે કેવું પુલકિત !
હશે માધવની મળવાની આ રીત,
ના ધરા, ગગન કે વળી પવનમાં,
મને મળ્યા માધવ મારા મનમાં.
એને ગોવર્ધન ગિરિધારી જાણું,
મનમોહક મૂરતિને બસ માણું,
હતાં ગોપીજનને રાધા સંગમાં,
મને મળ્યા માધવ મારા મનમાં.
ના જપતપ કે યોગ આચરણમાં,
રહું "માધવ" નામે ઉચ્ચારણમાં,
પ્રેમસાધ્ય પરમેશ અંગેઅંગમાં,
મને માધવ મળ્યા મારા મનમાં.
