STORYMIRROR

Vrajlal Sapovadia

Others

3  

Vrajlal Sapovadia

Others

મા

મા

1 min
11.8K

મા તે મા ને બીજા બધા વગડાના વા

મા પીરસનાર અને મોસાળમાં લાડવા 


ગોળ વિનાનો જેવો લાગે મોળો કંસાર

તેવો હોય મા વિનાનો આ સૂનો સંસાર


જનમ આપે જનેતા પણ કરમ દ્યે કોઈ 

માથી વધારે હેત દેખાડે ઈ ડાકણ હોઈ 


માગ્યા વિનાનું મા પણ ન પીરસે ભાઈ 

બીમારીમાં કડવું ઓસડ તો મા જ પાઈ 


ચોરની મા બિચારી કોઠી મોં ઘાલી રૂવે 

પારકી મા જ કાન વિંધે કેમ શીખ જૂએ 


જનની જણ ભક્ત જણ કાં દાતા, કાં શૂર

નહીં તો રે'જે વાંઝણી, મત ગુમાવીશ નૂર


બાપ તેવો બેટો ને વળી મા તેવી દીકરી 

વડ તેવો ટેટો ને હોય ઘડો તેવી ઠીકરી


મા તે મા ને બીજા બધા વગડાના વા

બીજા બધા ઝાંખરા ને મા મીઠા ઝાડવા 


Rate this content
Log in