STORYMIRROR

Bhavna Bhatt

Others

4.0  

Bhavna Bhatt

Others

મા

મા

1 min
11.4K


મા એટલે રૂંધી નાખે એવી

લાગણીની ભીંસ નહીં, પણ,

શ્વાસને મળતો હૂંફનો અહેસાસ એટલે મા.


મમતા એટલી જે દ્રષ્ટિ ધૂંધળી કરી નાખે એ નહીં પણ,

અંતરથી ઉદભવતી લાગણીઓના દરિયાની ભરતી એટલે મા.


ચમકતા કાગળમાં લપેટાયેલી

મોંઘીદાટ ભેટનો ભાર નહીં પણ,

મેલાં ઘેલાં પાલવમાં છુપાવાની હળવાશ એટલે મા.


મા ની યાદથી ભીંજાતો દિલનો ખૂણો એ ધબકતું નામ છે,

જાણે અચાનક માથા ઉપર જાણીતો હાથ એ છે મા.


ડૂબતાને બચાવવા આકાશમાં રહી

દુઆ વહાવતી પરી નહીં પણ,

હલેસા બની સામે કિનારે પહોંચાડે

દે એ દુઆ એટલે મા.


અસ્તિત્વ ગુમાવી દેવાની ઘટનામાં પણ સાથે રહે છે અને,

અસ્તિત્વ અકબંધ રાખી સંગાથ આપી કિનારો બને એ છે મા..


Rate this content
Log in