STORYMIRROR

Jagruti Pandya

Others

3  

Jagruti Pandya

Others

મા

મા

1 min
191

મા મારી પ્યારી, સૌથી એ છે ન્યારી,

સૌથી પહેલાં રોજ ઊઠીને, કરે તૈયારી સારી,


કદી ન લડતી, કદી ન વઢતી, 

પ્રેમથી એ સૌની સાથે વર્તતી,


ખૂબ લાડ લડાવી મને એ,

દે કદીક પ્રેમનો ઠપકો એ,


વાર્તાઓનો તો ખજાનો છે એ,

વાતો કહે ખૂબ સારી એ,


ભણાવે ગણાવે રોજ વાંચવા બેસાડે,

નિત નવાં મનભાવન ભોજન જમાડે,


મા તું તો તું જ છે, ન આવે કોઈ તારી તોલે,

માટે જ  બધાં  તારા ' માતૃદેવો ભવ ' બોલે.


Rate this content
Log in