STORYMIRROR

Shaileshkumar Pandya

Others

2  

Shaileshkumar Pandya

Others

'મા'

'મા'

1 min
2.7K


એક વાર તું મને મળવા આવ મા,
ક્યારેક તો તું મને મળવા બોલાવ મા.
ફેસબુક, વોટસ એપમાં રોજરોજ મળીયે
ને તોયે ઊઠે આંખે અજંપો.

તારા વીના મા કરમાઈ ગયો છે,
ફળિયે ઊગેલો લીલુડો લીલુડો ચંપો.
રૂબરૂ આવીને હવે ટચ કરી
ભીંજવી દે તું મને પ્રેમભાવમાં.

ક્યારેક તો તું મને મળવા બોલાવ મા.

લખ્યું જયા નામ તારુ આ;
લેપટોપની આંખોથી છલકાતા આંસુ.
તારા આપેલા સાવ નવા રૂમાલમાં,
મે હજુ સાચવ્યુ છે ચોમાસું.
ડૂબતા સુરતની જેમ ડૂબી રહી છે,
મધદરિયે મારી આ નાવ મા.

ક્યારેક તો તું મને મળવા બોલાવ મા.

જીમેલ કરું કે હું તો ઈ મેલ કરું,
પહોંચે ના એકેય ટપાલ રે.
લખી લખીને બીજું લખવું તે શું,
તારું સરનામું ખાલી ખાલી વ્હાલ રે,
મનડું ઝૂરે છે મારું અંતર ઝંખે છે મારું,
વચ્ચે તું સ્પેસ હવે લાવ મા.

ક્યારેક તો તું મને મળવા બોલાવ મા.


Rate this content
Log in