મા
મા
1 min
243
મળી ઢાલ માની પ્રહારે પ્રહારે,
હસી છું જગે એ સહારે સહારે.
નસીબે મળી છાવ નિઃસ્વાર્થ માની,
ટકી એટલે તો તિખારે તિખારે.
મળી છે મમત્વ ભરી ચાહ સઘળી,
જરી જેમ ચમકી નજારે નજારે.
કરું હું સમર્પણ બધું તોય ઋણી,
નમું કોટિ વારે ખુમારે ખુમારે.
રગેરગ વહે જે રુધિરધાર થઈ મા,
ભરી પ્રાણ મુજને નિખારે નિખારે.
