મા સરસ્વતી તું...!
મા સરસ્વતી તું...!
1 min
27.3K
શ્વેતવસ્ત્રોધારીને વિદ્યાપ્રદાતી મા સરસ્વતી તું,
કરગ્રહી વીણા વળી મુકિતદાતી મા સરસ્વતી તું
અજ્ઞાન અંધકાર હરીને પ્રકાશ જીવનમાં લાવતી,
અસત્ય અનાવૃતે સત્ય પ્રકાશતી મા સરસ્વતી તું.
બાલકવૃન્દ કરે સ્તુતિ હે જ્ઞાનદાતા મા તું શારદા,
તવાર્ચને સંગીતસૂરે પ્રભાત સંવારતી મા સરસ્વતી તું.
વિદ્યા પ્રકાશે અવિદ્યા નાશે રાહ સનાતન દેખાડતી,
મયૂરાસને મંગલકરણી સદા શોભતી મા સરસ્વતી તું.
