STORYMIRROR

Dharti Sharma

Others

4  

Dharti Sharma

Others

મા નો પાલવ

મા નો પાલવ

1 min
341

અઢળક 'વેદનાને' પાલવમાં છૂપાવી રાખે છે,

'મા' મારી પાલવ કેટલો મજબૂત રાખે છે,


નિશ્ચિંત થઈ જાઉં છું, જ્યારે હોઉં છું એની સાથે,

'મા' મારી પાલવમાં કેટલી હૂંફ રાખે છે,


દોડતી રહે છે, લડતી રહે છે, મારા સપના માટે,

પોતાના સપનાને પાલવની કોરમાં બાંધી રાખે છે,

'મા' મારી પાલવમાં કેટલું સમાવી જાણે છે,


હોઠને મુસ્કાનથી હંમેશા સજાવી રાખે છે,

'મા' મારી પાલવની કોર કેટલી ભીની રાખે છે.


Rate this content
Log in