STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા કુષ્માંડા

મા કુષ્માંડા

1 min
172

એવું રૂમઝૂમ કરતું ચોથું નોરતું થયું રે,

 આજે મા કુષ્માંડાનું નવલું નોરતું રે,


ગોરના કૂવે નવદુર્ગા ટોળે વળ્યા છે રે,

નવરાત્રી ઉલ્લાસભેર ઉજવાય છે રે,


પીળા રંગની ચૂંદડી કેવી લહેરાય છે રે,

પીળા ફૂલોથી માંડવડી શણગારી છે રે,


ભાવના એ થકી આનંદ ઉત્સાહ છે રે,

પીળા રંગનાં રથડે નવદુર્ગા આવ્યા રે,


ચેહર મંદિરે સતની ધજા ફરફર ફરકે છે

પીળાને સફેદ ફૂલોની રંગોળી બનાવી છે,


ચોસઠ જોગણી ને પીળો રંગ ગમે છે રે,

પીળા રંગથી માડી જલ્દી પ્રસન્ન થાય રે,


નવદુર્ગા ને પીળા આભૂષણો શોભે છે,

સોનાનો મઢડો કેવો ઔલોકીક લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન