મા કાત્યાયની
મા કાત્યાયની
1 min
148
આજે આસો માસનો છઠ્ઠો દિવસ રે,
આજે કાત્યાયની મા રમવા નિસર્યા રે,
ગોરના કૂવે નાયણા રૂપાની દેવી મા રે,
માનવ મહેરામણ દર્શન કરવા આવે રે,
ભક્તિ થકી નવદુર્ગા પ્રસન્ન થાય રે,
એવાં મમતાળુ કાત્યાયની માવડી રે,
ગરબો શિરે ધરી નિસર્યા રે લોલ રે,
અંબા, ચેહર, કાત્યાયની માવડી રે,
ભાવના એવાં ફળ પ્રાપ્ત થાય છે રે,
સૌ પર નવદુર્ગા અમી નજર રાખો રે,
નવલી રાતે દેવીનાં રથડા નિકળે રે,
દુર્ગા દેવી ભક્તોનાં હૈયામાં નીકળે રે,
( ગ્રે ) ભૂખરા રંગના વસ્ત્રો ધારણ કર્યાં છે,
મહિષાસુરનો વધ કરવા શસ્ત્રો સજ્યા છે.
