STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

મા બ્રહ્મચારિણી

મા બ્રહ્મચારિણી

1 min
207

આસો માસનું બીજું નોરતું આવ્યું રે,

ગોરના કૂવે શોભે છે રૂડી માંડવડી રે,


બ્રહ્મચારિણીનાં ગરબે નગારાં વાગે છે,

અનિષ્ટ તત્ત્વો દૂર કરવાં પડઘમ વાગે છે,


નવદુર્ગા એ લાલ લાલ ચૂંદડી ઓઢી છે,

લાલ રંગથી જુસ્સો વધે મંગળકારી છે.


અંબા, ચેહર, બહુચર મંગળનું પ્રતિક છે

ભાવના નવરાત્રીનાં પડઘમ વાગ્યા છે,


લાલ રંગ ચેહર મા ને અતિ વ્હાલો છે,

નવદુર્ગા ગરબે ઘૂમે ધરતી તો ધ્રુજે છે,


લાલ, લાલ દાડમનો નિવેધ ધરાવ્યો છે,

માની આંખોમાં ઉજાગરાની લાલાશ છે,


આશિષ તણાં લાલ કંકુ વરસાવ્યા છે,

ચેહર ને ચોસઠ જોગણી પ્રસન્ન થયા છે.


Rate this content
Log in