STORYMIRROR

Jashubhai Patel

Others

4  

Jashubhai Patel

Others

લઇ જા પાછું,

લઇ જા પાછું,

1 min
25.8K


દિલ આ તારું લઇ જા પાછું,

દર્દ આ મારું લઇ જા પાછું.

તૂટી ગયું છે મનનું બારણું,

લે આ તાળું લઇ જા પાછું.

સાવ મફત આપ્યુંતું આ ઘર,

લે આ ભાડું લઇ જા પાછું.

સૂર્યને લાગ્યું છે ગ્રહણ,

આ અજવાળું લઇ જા પાછું.

છોને લાગતું મુખ રડતું 'જશ',

સ્મિત મર્માળું લઇ જા પાછું.


Rate this content
Log in