લાવ્યા બાકી
લાવ્યા બાકી
1 min
210
નિસ્તેજ તનમાં તેજ ભરી લાવ્યા બાકી,
આભાસી મૃગજળમાંથી હેત જડી લાવ્યા બાકી.
કરમાયેલી હતી આ જીવનની કળીઓ,
નિઃસ્વાર્થ પ્રેમે હરિયાળી લાવ્યા બાકી.
ધોળા દિને દેખાય અંધકારમય કેડીઓ,
આંખે ઉજાસની ભેટ ઘણી લાવ્યા બાકી.
નિર્બળ નિરાશાની વચ્ચે ઝૂરતાતા અમે,
આશાનું ઝરણું ભરી લાવ્યા બાકી.
એક મમતાની સુવાસે જીવને ઉજાસ ભર્યું,
તેથી જીવનમાં આનંદ ઉત્સાહને લાવ્યા બાકી.
