લાઠીનો કલાપી
લાઠીનો કલાપી
1 min
124
લાઠીનો લાડલો લોક પ્રિય કવિ બન્યો,
એ રમા - શોભનાનો મજનૂ બન્યો,
રમા- શોભનાના સ્થાન હૃદયમાં એક સમાન,
નીકળતા કવિતામાં, દર્દ ભર્યા ફરમાન,
લાઠીના લેખકની, લેખિની લેજો, કોઈ હૃદયમાં,
દર્દ ને ચિત્કાર બહુ ફર્યા હતા,એના જીવનમાં,
હૃદયની વેદના ઉદગારો ઉજાગર થઈ,
કલાપી, શોભના ને રમાની કહાની અમર થઈ,
પૂજારી પ્રેમનો હતો, એની કવિતા અનેરી,
યાદ છે, લાઠીના લાડલાની ગાથા સોનેરી,
ના થયો, ના થશે, એવો કલાપી,
હૃદય મહી દુઃખ રહેશે સદા,
સાહિત્યના મહાન કવિને સલામ સદા.
