લાલચુ સિંહ (પ્રાસ સાંકળી)
લાલચુ સિંહ (પ્રાસ સાંકળી)
1 min
396
સિંહનું અપહરણ કર્યું આજ લુચ્ચા શિયાળે,
શિયાળે ધર્યું જંગલમાં રુપ રૌદ્ર ભર ઉનાળે,
ઉનાળે વગર વરસાદે કોરી નદીઓ છલકી,
છલકી આંખો સસલાની સિંહના દર્શન વિના,
વિના લાલચે સિંહ પુરાયો શું શિયાળ પિંજરે,
પિંજરે અંધ થયો માનવી માયા છે કળિયુગ,
કળિયુગના બહાને બહુ સાધતા સહુ સ્વાર્થ,
સ્વાર્થ વિના સિંહ પુરાય ના શિયાળ પિંજરે.
