STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

લાગી લગન

લાગી લગન

1 min
177

લાગી લગન મને ચેહર માના નામની,

મારું મનડું ચેહર માના ચરણોમાં,

જીવન મારું આખું માવડી,

તવ ચરણોમાં સમર્પિત છે,


મુખડું જોઈને માયા રે લાગી,

ચેહર મા તારી લગની લાગી,

અડસઠ તીરથ ચેહર માના દર્શને,

અન્ય તીરથ હવે શું કરવાં રે,


ચેહર માના દર્શને શમે સહુ અગન,

ચેહર માના ચરણોમાં લાગી લગન,


ભાવના કરે અર્પણ તન, મન, ધન ચેહર મા ચરણોમાં,

શરણે આવ્યા છીએ ભવપાર ઉતારો ચેહર મા,

બ્રહ્માદિક સુર સનકાદિક પણ,

ચેહર માના ચરણોનાં ઉપાસક છે,


Rate this content
Log in