STORYMIRROR

Chaitanya Joshi

Others

0  

Chaitanya Joshi

Others

ક્યાંક કાજળ હશે.

ક્યાંક કાજળ હશે.

1 min
246


દીપક જલે શનૈઃ શનૈઃ ક્યાંક કાજળ હશે,

સતત જલવું બને બને ક્યાંક કાજળ હશે.

એકાદ ટશર પ્રકાશની દૂરસુદૂર સુધી જતી, 

બાકી કાજળ થૈને વિરમે ક્યાંક કાજળ હશે.

પ્રકાશને ચાહનારા હોમતા નિજ જીવનને, 

વધતી જ્યોત સૌને ગમે ક્યાંક કાજળ હશે.

અંતર એનું થૈને દિવેલ હીર વળી શોષાતું, 

જ્ઞાનોદય એના આગમને ક્યાંક કાજળ હશે.

સઘળું એ દેખે અંતર્ચક્ષુ પામી જઈ પ્રકાશે,

એની બળતી વાટ નમે નમે ક્યાંક કાજળ હશે.


Rate this content
Log in