STORYMIRROR

Vijay Shah

Others

4  

Vijay Shah

Others

ક્યાં સાંભળે છે

ક્યાં સાંભળે છે

1 min
236

હવે માણસો, માણસોને ગળે છે !

જુઓને ભલા થૈ સદાયે છળે છે !


નથી ક્યાંય મહત્તા ઉરે લાગણીની,

છતાં આ જમાને ઢળીને ઢળે છે !


મળી જાય એકાદ છેડો હવે જો,

જરૂરત વગર કોણ તે સાંકળે છે ?


હતાં એ જુદાં કાલ, આજે જુદાં છે,

અને હર ઘડીએ, જુદાં નીકળે છે !


નથી 'વીજ' જોને ચહેરાં હવે એ,

ખુશામત કરો તોય ક્યાં સાંભળે છે ?


Rate this content
Log in