STORYMIRROR

Neha Desai

Others

4  

Neha Desai

Others

ક્યાં, હોય છે ?

ક્યાં, હોય છે ?

1 min
219

આંસુની પણ એક, અલગ જ ભાષા હોય છે,

ખારાશ સિંધુની, દરેક બુંદમાં જુદી, ક્યાં હોય છે ?


લાગણી કે વેદના તો, આવરણ છે હૃદયનાં,

આઘાત વગર, જીવનમાં સંબંધ, ક્યાં હોય છે ?


ઈર્ષા કે, નિંદા તો, સ્વભાવ છે આપણાં મનનો,

દરેક નવી વાતે, એમ દસ્તાવેજ, ક્યાં હોય છે ?


'ચાહત' ને સ્વીકારવાં, મન હોય છે પુલકિત,

બધાંજ કિસ્સાઓ, એમ મશહૂર, ક્યાં હોય છે ?


Rate this content
Log in