કવિતા એટલે
કવિતા એટલે
1 min
13.6K
ભાષા, વાચા, બોલી બધું જ,
લાગણીઓની સાથ હતું જ.
મેં લખી ને તે વાંચી છે,
તે લખી તે મેં વાંચી છે.
શબ્દોની બસ ફેર બદલ આ,
કલ્પનાઓની છે મજલ આ.
આવેગ અને ઉન્માદ ચિતરું,
પ્રેમ અને હું વહેમ પણ ચિતરું.
કંઈક અલગ આ ધાર મળી છે,
ને દૂર રવિથી યે પાર મળી છે.
લહેકા અને ઠેકાની લય પર,
રજૂઆતો પર તું વાહ વાહી કર.
કલમ થકી 'કલ્પ' આશ રચે છે,
કવિતા લખી એ શ્વાસ રચે છે.