કવિ તો હોય છે..
કવિ તો હોય છે..


જે લાગે તેને સાચું બસ કહેતા,
નિયમબદ્ધ જીવન સદા જીવતા
ના કરે લેખને કદી ખાખાખોળા,
કવિ તો હોય છે દિલના ભોળા.
હોય છે એને ઈશતણી પ્રેરણા,
કૃતિ થકી એને ઓળખતા ઘણા,
વિચારો એના હોવાના બહોળા,
કવિ તો હોય છે દિલના ભોળા.
સ્નેહની સરવાણી ઉરે વહેતી,
અનુભવોને એની કલમ કહેતી,
કદીએ બને નહીં અગનગોળા,
કવિ તો હોય છે દિલના ભોળા.
આભેથી સૂર પ્રભુના ઉતારતા,
માનવતાવાદી વલણો આચરતા,
સિંહનાં ભાળ્યાં છે કદીએ ટોળાં,
કવિ તો હોય છે દિલના ભોળા.
જાણે કે બે હૃદયને એ ધરાવતા,
વાતને લાગણીમાં હોય વણતા,
ભાષામાં ના પડતા કદીએ મોળા,
કવિ તો હોય છે દિલના ભોળા.