દરિયો
દરિયો
1 min
16
દરિયો.
ઊછળકૂદ કરતો આવે દરિયો.
ઘૂઘવાટે આભને ગજાવે દરિયો.
ખંડવૃષ્ટિનો ખ્યાલ છે ખતરનાક,
વાવડ વરસાદના એ લાવે દરિયો.
અવની પરથી એ આરત કરતો,
જાણે વર્ષાને એ મનાવે દરિયો.
ઉત્તંગ ઉદધિ અંબર આંબનારાં,
આવી કિનારેને ભીંજાવે દરિયો,
રખેને ભરચોમાસે એ હરખાયો,
ધવલનીર નિતનિત એ લાવે દરિયો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.