કવિ થયા એટલે
કવિ થયા એટલે




ખાવામાં પણ મેળવે પ્રાસ
ભલે લાગે પછી સૌને ત્રાસ
જાત્રામાં કરવો માત્રા મેળ
વ્યાકરણની ચાલે ભેળસેળ
બગાસા ખાવામાં પણ છંદ
છીંક આવ્યે ગાવો ઉપછંદ
વાત વાતમાં આવે ઉપમા
રોટલા ખાય એકલા સુપમાં
કવિ થયા એટલે ગાવાનું
પાણી વગર પણ નાવાનું
ખાવામાં પણ મેળવે પ્રાસ
આડા અવળો ખવાય ગ્રાસ