કૂતરું
કૂતરું

1 min

11.8K
પ્રેમ ક્યાં પૈસા કે પાવર જોવે?
પોતીકા સાથે વધતો જાય,
પારકાંની પછેડી છોડતો જાય,
અનંત સુધીના એ પ્રેમને કોણ પાંખી જાય?
મનુષ્ય અવતાર લઇ એ રમત રમી જાય,
જાનવર આ ચારપગુ, અબોલ છતાં કહી જાય,
રસ્તે રખડતું કૂતરું આમતેમ ફરી ચરી ખાય,
માલિકનું એ ‘ડોગી’ પટ્ટા સંગ ફરી ખાય,
પ્રેમથી એ જૂએ ચાર આંખલડી,
જોનારની તો જાણે નજરો ઠરી જાય.